મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી ભારે જમાવટ કરી રહી છે. 260 દીકરીઓ અલગ અલગ ગ્રુપમાં વિભાજીત થઈને વિવિધ રાસો રજૂ કરીને સૌને દંગ કરી દીધા છે.
આ નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય ત્યારે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં ગઈકાલે રાત્રે આઠમના નોરતે દીકરીઓએ તલવાર, અંગારા રાસ અને અઘોર નગારા રાસ તેમજ આશાપુરા માતાજીનું નાટક ભજવી માતાજીની આરાધના કરી હતી. આ પ્રાચીન ઢબથી રજૂ થયેલા પ્રખ્યાત રાસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રાચીન રાસો રજૂ કરવા માટે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબી મંડળના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.