મોરબીના વજેપર સર્વે નંબર ૬૦૨ ના ચકચારી જમીન કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હાલ બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોર્ટ દ્વારા બંન્ને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
વિગત મુજબ મોરબીના વજેપર સર્વે નંબર ૬૦૨ ની કિંમતી જમીનમાં બોગસ દસ્તાવેજો થકી જમીન પચાવી પાડવા અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે બે આરોપી સાગર ફુલતરિયા અને શાંતાબેન પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે બંને આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે પરંતુ આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને આપવામા આવતા તપાસમાં નવો વણાંક આવ્યો છે જેમાં આરોપી ભરત દેગામા અને એક મહિલા આરોપી હેતલ ભોરનીયાની ધરપકડ કરવામાં આવી છે જે બંને આરોપીઓને આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા બંન્ને આરોપીના દિવસ પંચના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે