રાજકોટમાં ઉત્તર પ્રદેશથી પીપરમેન્ટ જેવી ગાંજાની ગોળીઓ લાવી તેનું વેચાણ કરતા રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા રહે બિહાર ને ઝડપી લઈ આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો છે જેમાં સીઆઇડી ક્રાઈમના આ પહેલા ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો લીધા બાદ સાત દિવસમાં બીજી વખત રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં તિરુપતિ સોસાયટી માં રહેતા મૂળ બિહારના રાજેન્દ્રપ્રસાદ બિષ્ણુપ્રસાદ ગુપ્તા ગાંજાની ભેળ સેળ વાળી નશાની ચોકલેટ વહેંચતો હોવાનું જાણવા મળ્યા સીઆઇડી ક્રાઇમની ટીમે તેના મકાનનની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ પીપરમેંટ જેવી ચોકલેટનો જથ્થો મળી આવતા આ ઇસમની પૂછપરછમાં તે ચોકલેટ કમ પીપરમેંટ ગાંજા મિશ્રિત હોવાની કબૂલાત આપી હતી અને જથ્થાનું વજન કરતા ૧૯૦ કિલો ગાંજા મિશ્રિત ચોકલેટ હોવાનું જાણવા મળ્યું હતું તે છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં રહી નશાયુક્ત ચોકલેટનો જથ્થો ઉત્તરપ્રદેશથી લઇ આવી છેલ્લા બે વર્ષથી પાન-કરિયાણાની દુકાનોમાં વેચતો હતો આ નશાયુક્ત ચોકલેટના પેકેટમાં ૪૦ ચોકલેટ આવતી હોવાનું અને તે રાજકોટમાં પાનની તેમજ કરિયાણાની દુકાનવાળાઓને એક પેકેટ રૂ.100માં વેચાણ કરતો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. સીઆઇડી ક્રાઇમે વધુ તપાસ માટે રાજકોટ આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.