Friday, November 15, 2024
HomeGujaratગુજરાતમાં ૧૧૦૦ લોકો સાથે થયેલ ૨૭૧ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરતી સીઆઇડી સાયબર...

ગુજરાતમાં ૧૧૦૦ લોકો સાથે થયેલ ૨૭૧ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરતી સીઆઇડી સાયબર ક્રાઈમ બ્રાન્ચ:પાંચ આરોપી ઝડપાયા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધુનિકતાની સાથે સાથે ઓનલાઇન ફ્રોડ ના કિસાઓ પણ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ આ મામલે સતત લોકોને જાગૃત કરી રહી છે અને જે લોકો ફસાયા છે તેમના નાણા પરત મેળવવામાં પણ ગુજરાત પોલીસ અવ્વલ છે તેમજ આવા ગુનાઓ કરનાર ગુનેગારો પણ ટેકનોલોજી ના જાણકાર અને અતિ શાતિર હોય છતાં ગુજરાતની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૧૧૦૦ લોકો પાસેથી ૨૭૧ કરોડ ખંખેરનાર પાંચ આરોપીને ઝડપી લેવાયા છે.

- Advertisement -
- Advertisement -

આરોપીઓ કઈ રીતે આચરતા હતા છેતરપિંડી?

આરોપીઓએ યુરોપિયન ફૂટબોલ નો સ્કોર બતાવતી એક daani data નામની એપ્લિકેશન બનાવી હતી જેમાં લોકો પૈસા રોકે તો રોકવામાં આવેલ પૈસા પર ૦.૭૫% ગેરેંટેડ નફા સાથે રોકેલ રકમ પરત આપવાની ૧૦૧%ની ગેરેંટી આપવામાં આવતી હતી અને ૧૧૦૦ લોકોએ આ એપ્લિકેશન નો ઉપયોગ કરી ને ઓનલાઈન પૈસા નુ રોકાણ કર્યું હતું જે બાદ તા.૦૪/૦૬/૨૦૨૨ માં રોજ આ એપ્લિકેશન ઓપન કરવાની કોશિશ કરતા એપ્લિકેશન ખુલતી ન હતી અને પ્લે સ્ટોર પરથી એપ્લિકેન્સ હટાવી દીધા નુ જાણવા મળ્યું હતું. જે બાબતે એક ફરીયાદી એ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર માં ફરિયાદ નોંધાવી હતી.

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમોએ હજારો મોબાઈલ નંબર અને ઈમેઇલ એડ્રેસમાંથી આરોપીઓને શોધવાના પડકાર વચ્ચે રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન

જે ફરિયાદ ને આધારે સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝ ના અધિક પોલીસ મહાનિદેશક આર.બી. બ્રહ્મભટ્ટ ની સૂચના હેઠળ પોલીસ મહાનીરિક્ષક સુભાષ ત્રિવેદી અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ આ કેસના આરોપીઓને ઓળખી શોધી અને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ હતી જેમાં આ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં અલગ અલગ જગ્યાના ૧૧૦૦ જેટલા લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું અને બનેલ છે. અને ભોગ બનનાર પાસેથી મેળવેલ માહિતી અનુસાંધાને સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ તપાસમાં અલગ અલગ સવીસ પ્રોવાઈડરો મારફ્તે અલગ અલગ લોકો દ્વારા રોકવામાં આવેલ નાણા અલગ અલગ બેંકના ખાતામાં જતાં હોવાનું સામે આવ્યું હતુંજેનો અભ્યાસ કરતા એક Panther Trading નામની પાર્ટનરશીપ ધરાવતી ફર્મ ના Axis બેંકનાાં ચાલુ ખાતામાં Dani-data નામની એપ્લીકેશનના ભોગ બનનાર વ્યક્તિઓના નાણા ગયેલા હોવાનુ જાણવા મળેલ હતું જેથી Axis benk બેંક એકાઉન્ટના ,સ્ટેટમેન્ટ તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ ચેક કરતા ત્રણ પાર્ટનર ના નામ મળી આવ્યા હતા અને તા.૦૧/૧૦/૨૦૨૧
થી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીનાાં બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસ કરેલ જેમા રૂ. ૨,૭૧,૨૪,૩૧,૫૯૨/-(બસો એકોતેર કરોડ ચોવીસ લાખ એકત્રીસ હજાર પાંચસો બાણું) જેટલા પૈસા જમા થયેલા હોવાનુ જણાય આવેલ હતું જે અનુસંધાને બેન્ક માં જણાવેલ સરનામા મુજબ સ્થળ તપાસ કરતા આવી કોઈ પાર્ટનરશીપ પેઢી દર્શાવેલ સરનામે મળી આવી ન હતી. જેથી વધુ તપાસ કરી ને કચ્છ ના અંજાર અને આદિપુર માં રહેતા કુલ પાંચ ઈસમો દિલીપભાઈ અમરસિંહ બાજીગર(Panther Trading ના પાર્ટનર,રહે. ૧૩, સેવાકુંજ ઝૂપડપટ્ટી, આદીપુર, કચ્છ), દામજી બાબુભાઈ ચૌહાણ (Panther Trading ના પાટનર, રહે. પાાંચવાડી, એસ.આર.સી.ના મકાનમા, મેલડીમાના મંદીરની બાજુમાં, આદીપુર, કચ્છ),જયેશ મુલચંદભાઈ ઘેલાણી (બનાવટી ખાતાઓ લાવનાર, રહે. ૩૧૩, સપનાનગર, ગાાંધીધામ,
કચ્છ), હિતેશ હરીલાલ ચૌહાણ (બનાવટી ખાતાઓનો ઉપયોગ કરવા આપનાર રહે. મકાન નં.૦૭, પહેલો માળ, ધવનાયક સોસાયટી, આદીપુર, કચ્છ) અને રમેશભાઈ ભરતભાઈ મહેશ્વરી (Panther Trading ની ઓફીસમાં બેંકનુ તથા વહીવટી કામ કરનાર,રહે. પ્લોટ નાં. ૧૭૯/૧૮૦, સ્વામીનારાયણ નગર, સતાપર રોડ,અંજાર, કચ્છ) વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.

તેમજ આ કામગીરીમાં ૧૯૩૦ હેલ્પલાઇન ટીમ દ્વારા ભોગ બનનાર ના પૈસા કે એકાઉન્ટ માં ગયેલ છે તે એકાઉન્ટ ફ્રીઝ કરવાની તેમજ ટેકનિકલ ટીમ દ્વારા ઢગલાબંધ શંકાસ્પદ મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી નુ એનાલીસિસ કરી આરોપીઓની શોધ કરવી અને ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા ભોગ બનનાર વ્યક્તિઓની માહિતી તેમજ હેલ્પ લાઈન નંબર પર આ મસમોટા ફ્રોડ અંગે ની ૩૬૦૦ જેટલી ફરિયાદ નો ડેટા એકત્ર કરી આરોપીઓને પકડી પાડવા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!