ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ હાથ ધરવા નિર્દેશ આપવામાં હતો, જે બાદ હવે સત્તાવાર રીતે દેશભરના 244 જિલ્લાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના નવલખી પોર્ટ ખાતે સિવિલ ડીફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી.
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને આજરોજ તા.૦૭/૦૫/૨૦૨૫ ના બપોરે 4 વાગ્યે મોરબી જિલ્લાના નવલખી પોર્ટની નવી જી.એમ.બી. જેટી ખાતે આતંકવાદી હુમલો થતાં ડી.વી.ડોબરીયા (પ્રાંત અધિકારી હળવદ)ની આગેવાનીમાં વોર્નિંગ સિગ્નલ (સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન) વગાડી મોકડ્રીલ શરૂ કરવામાં આવી હતી. જે મોકડ્રીલમાં જૈમીનભાઇ આકડીયા (મોરબી જિલ્લા પુરવઠા અધિકારી), એચ.સી.પરમાર (માળીયા મામલતદાર), ભૌમિક ચૌધરી (ટી.ડિ.યો. માળીયા), પી.એ.ઝાલા (નાયબ પોલીસ અધિક્ષક મોરબી), દિપભાઈ બી. પટેલ (હોમગાર્ડ જિલ્લા કમાન્ડંટ), કે.વી.જાપડા (એકાઉન્ટ ઓફિસર જી.એમ.બી.), એન.આર. મકવાણા (પો.ઇન્સ. એસ.ઓ.જી મોરબી), આર.સી.ગોહિલ (પો.ઇન્સ. માળીયા) તેમજ રેવન્યુ સ્ટાફ, મહાનગરપાલિકા સ્ટાફ, ફાયર બ્રિગેડ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.