હળવદ નગરપાલિકાના હંગામી કર્મચારી વોર્ડ પ્યુનને ચીફ ઓફિસર દ્વારા ફરજ પરથી છુટ્ટો કરવામાં આવ્યો હતો. જે મામલે વાલ્મીકિ સમાજ દ્વારા ચીફ ઓફીસરને અગાઉની હળતાળનો ખાર રાખી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કર્મચારીને છુટા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે રજુઆત કરવામાં આવી હતી. જે મામલે હવે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
હળવદ નગરપાલિકાના હંગામી કર્મચારી (વોર્ડ પ્યુન) સાવન મારુડા દ્વારા સેનેટરી ઇન્સ્પેકટર કૌશિક મોકાણા, ફાયર ઓફિસર રોહિત મહેતા સામે બીભસ્ત ભાષામાં ગાળાગાળી કરી ફરજમાં રુકાવટ કરી તેમજ સીટી મેનેજર (SWM) કિશન મંડલીને પાણી પુરવઠા શાખાના કર્મચારીનું માથું ફોડી નાખવાની ટેલિફોનિક ધમકી આપતા ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા દ્વારા સાવન મારૂડાને તાત્કાલિક અસરથી ફરજમાંથી છુટા કરેલ જેના પ્રત્યાઘાત સ્વરૂપે તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ગયેલ છે તેમજ ફરજમાં રૂકાવટ કરવા અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો પાયાવિહોણો આરોપ લગાવેલ હતો જેના અનુસંધાને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી હતી.