Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેરમાં વનપાલ અને ખેડૂત વચ્ચે થઈ તકરાર, વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે...

વાંકાનેરમાં વનપાલ અને ખેડૂત વચ્ચે થઈ તકરાર, વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે સામ સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વનપાલ અને ખેડૂત વચ્ચે સામાન્ય બાબતે તકરાર થઈ હતી. તેમજ બંને પક્ષે સામસામી મારામારી કરવામાં આવતા બંને પક્ષે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા વનપાલે જણાવ્યું હતું કે, વસુંધરા ગામની સીમમાં ગત તા.૨૭/૦૭/૨૦૨૩ના બપોરના બે વાગ્યાના અરસામાં યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા નામનો ઈસમ પોતાની GJ-13AJ-8685 નંબરની મોટર સાયકલ લઈ ફોરેસ્ટના પ્રતિબંધીત વિસ્તારમાં નિકળતા આરોપીના મોટર સાયકલમાં રહેલ થેલી ચેક કરવાનું કહેતા ઈસમે રાહુલભાઇ આયદાનભાઇ વાક તથા સાહેદને ગાળો આપી મોટર સાયકલ લઇ ભાગી જતા તેની વાડીએ ઝડતી માટે જતાં આરોપીએ ફરીયાદી રાહુલભાઇ આયદાનભાઇ વાકની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી છરીથી ઇજા કરી, તેવામાં આરોપી વિરમભાઇ ગેલાભાઇ લાંબરીયા અને વીહાભાઇ ગેલાભાઇ લાંબરીયા આવી જઇ ફરીયાદી તથા સાહેદને અમારા માલઢોર કેમ પૂરી દીધેલ છે તેમ કહી આરોપી વિરમભાઇ લાંબરીયાએ કાંઠલો પકડી ધકો મારી આરોપી વીહાભાઇ લાંબરીયાએ લાકડી વતી વાંસામાં, સાથળમાં શરીરે માર મારી તથા આરોપી વિરમભાઇ લાંબરીયાએ સાહેદ ખેંગારભાઇનો કાંઠલો પકડી યુનીફોર્મનું સોલ્ડર તોડી નાખી સરકારી નોકર ઉપર હુમલો કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા તેના વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.

બીજું તરફ વાંકાનેર તાલુકાના વસુંધરા વિરમભાઇ ગેલાભાઇ લાંબરીયાની વાડીયે રહેતા અને ખેતી કામ કરતા યોગેશભાઇ અમરશીભાઇ મકવાણાએ પોતાની વાડીએથી ગામમાં છાસ લેવા જતા હતા ત્યારે રસ્તામાં ફોરેસ્ટર રાહુલભાઇ વાંક ઢોર હકાવી જતા હોય ત્યારે ફરીયાદી ઉભા રહી જોતા હોય જેથી આ રાહુલભાઇને સારૂ નહી લાગતા ફરીયાદીને ગાળોઆપી બોલાચાલી કરેલ જેનો ખાર રાખી રાહુલભાઇ તથા એક અજાણ્યો માણસ ફરીયાદીની વાડીએ આવી બોલાચાલી તેમજ ઝપાઝપી કરી અને ફરીયાદીને રાહુલભાઇએ છરી ખંભાના ભાગે મારેલ તથા બીજા માણસે પગમાં મુંઢમાર મારી ગાળો આપી એકબીજાની મદદ કરતા તેના પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!