વાંકાનેરના મેસરિયા ગામે સહકારી મંડળી ની મિટિંગમાં માથાકૂટ થઇ હોવાનું સામે આવ્યું છે.જેમાં તાજેતરમાં જ સહકારી મંડળીની ચુટણી થઈ હતી જેમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો સમર્થિત પેનલના સરખી સંખ્યામાં સભ્યો ચુંટાયા હતા. ત્યારે આજરોજ પ્રમુખ ની નિમણૂક માટેની મિટિંગ માં બંને જૂથ વચ્ચે માથાકૂટ થતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ માથાકૂટમાં એક કાર પણ સળગાવી હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે બબાલ થતાં વાંકાનેર ડીવાયએસપી અને તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર મેસરિયા ગામે સહકારી મંડળીની મિટિંગમાં માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું છે. જે સહકારી મંડળીમાં ભાજપ અને કોંગ્રેસના બંને સભ્યો સરખા ચુંટાયા હતા. ત્યારે મિટિંગમાં સહકારી બેન્કના પ્રતિનિધિને મતદાન કરવા આવેલ બેન્ક મેનેજરને મતદાન કરવા ન દેતા કોંગ્રેસે ભાજપના લોકોને રોકાતા બંને જૂથ વચ્ચે બબાલ થઈ હતી તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ત્યારે મંડળીની માથાકૂટમાં અશ્વિનભાઈ રાઠોડ અને કેશુભાઇ સાંકડિયા નામનાં વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તેમજ માંથકુટમાં એક કાર સળગાવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.