Wednesday, January 15, 2025
HomeGujaratટંકારામાં બે પરિવારો વચ્ચે મારામારી:સામસામી ફરિયાદ નોંધાઇ

ટંકારામાં બે પરિવારો વચ્ચે મારામારી:સામસામી ફરિયાદ નોંધાઇ

ટંકરામાં બે પરિવારો વચ્ચે મારા મારી થતા બન્ને પક્ષોએ ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ટંકારા માં રહેતા દલપતભાઈ કાંતિભાઇ સારેસા એ આરોપી દિનેશભાઇ લાલજીભાઈ જાદવ, હંસાબેન દીનેશભાઈ જાદવ અને દિનેશભાઈ ની બન્ને દીકરીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે મુજબ આરોપી દીનેશભાઈ એ ફરિયાદીને લાકડાના ધોકા વડે મૂંઢ ઇજા કરી તેમજ આરોપી હંસાબેન અને તેમની બન્ને દીકરીઓ એ સાહેદ સરોજબેન અને બાલુબેન ને મૂંઢ માર મારી ભૂંડાબોલી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી છે.

જ્યારે સામાપક્ષે હંસાબેન દિનેશભાઇ જાદવ એ આરોપીઓ દલપતભાઇ કાંતિભાઇ સારેસા, સરોજબેન સુરેશભાઈ સારેસા આ અને બાલુબેન કાંતિભાઈ સારેસા (રહે.બધા વણકરવાસ, ઊગમના નાકા પાસે ટંકારા) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દલપતભાઇ એ ફરિયાદી હંસાબેન અને તેમના પતિ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી મૂંઢ ઈજાઓ કરી હતી અને આરોપી સરોજબેન અને આરોપી બાલુબેન એ ફરિયાદી તેમજ તેમની દીકરીઓ માનસી અને ચંચલ સાથે બોલાચાલી કરી મૂંઢ ઈજાઓ પહોચાડી હતી અને આરોપી દલપતભાઇ એ ફરિયાદી તેમજ સાહેદોને મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી ટંકારા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!