ટંકારાનાં જુના હડમતીયા રોડ દેવીપુજક વાસ પાસે વાડીએ માલઢોર ચરાવતા ન હોય તેમ છતાં નામ દેતાં માલઢોર ચરાવવા બાબતે સામે સામે મારામારી થઈ હતી. જે સમગ્ર મામલે બંને પક્ષ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, ખેડૂત પ્રવીણભાઇ ભગવાનજીભાઇ ખોખાણી ગત તા.૧૦/૦૯/૨૩ના સવારના આશરે સાડા દસેક વાગ્યાના અરસામા વાડીએથી પોતાનુ મોટર સાયકલ લઇને ઘરે જતા હતા તે વખતે રોહીતભાઇ સીંધાભાઇ ભરવાડે રસ્તામા તેઓને ઉભા રાખી પોતાના માલઢોર ચારતા માણસને કેમ માલઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ડાબા હાથની આગંળીઓ પર તથા ખંભા પર લાકડી વડે ધા મારી ડાબા હાથની ટચલી આંગળીમા ફેકચર કરી, ખંભાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, ટંકારા ઉગમણાનાકા પાસે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા વીણભાઇ ભગવાનજીભાઇ ખોખાણી આરોપી પ્રવીણભાઇ ભગવાનજીભાઇ ખોખાણીની વાડીમા માલઢોર ચરાવેલ ન હોય તેમ છતા તેમનુ નામ દેતા હોય જેથી આ રોહીતભાઇ સીંધાભાઇ ભરવાડ આરોપી પ્રવીણભાઇ ભગવાનજીભાઇ ખોખાણીને સમજાવવા જતા આરોપી એકદમ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપવા, ગાળો આપવાની ના પાડતા જમીન પર પડેલ લાકડી વડે ફરીયાદીને એક ધા વાસામા મારી તથા બીજો ધા મારવા જતા સાહેદ વચ્ચે પડતા સાહેદ સોહિલને કપાળના ભાગે વાગતા ફુટ જેવી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા ટંકારા પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ છે.