Sunday, September 8, 2024
HomeGujaratટંકારા પંથકમાં મેઘો અનરાધાર: અડધી કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

ટંકારા પંથકમાં મેઘો અનરાધાર: અડધી કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

ટંકારા પંથકમાં અવિરત મેધમહેર યથાવત જોવા મળી રહી છે. આજે સાંજે ભારે પવન સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. ટંકારા પંથકમાં અડધી કલાકમા અનરાધાર એક ઈચ વરસાદ પડ્યો હતોm જેને કારણે રોડ રસ્તા તેમજ ખેતરો પાણી પાણી કરી નાખ્યાં હતા.

- Advertisement -
- Advertisement -

ટંકારા પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ટંકારાના રોડ રસ્તા તેમજ ખેતરો પાણી પાણી થઇ જવા પામ્યા હતા. અડધી કલાકમાં જ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ટંકારા મામલતદાર કચેરી ખાતે સાંજે 4 થી 6માં વરસાદ માપક યંત્રમાં 22 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ ત્રણ જગ્યાએ વિજળી પડતા પીજીવીસીએલના ટિસી સ્વાહા થઈ ગયા હતા જેથી વિજ પુરવઠો પુર્વવત કરવા નાયબ ઈજનેર મોડના માર્ગદર્શન હેઠળ ટિમ ફિલ્ડમાં ઉતરી હતી. મામલતદાર કચેરી સામે સબ રજીસ્ટ્રાર કચેરી પાસેના ટિસી તથા સમય ફિડરના ટિસી અને જબલપુર ગામના ટિસીમાં વિજળી પડી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોય એવા સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ હાલ ટંકારા પંથકમાં જોરદાર વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ નજરે પડી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!