ગુજરાતમાં નવી સરકારના સો દિવસ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે વન ડે વન ડિસ્ટીકટ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોરબી જિલ્લા ભાજપ સાથે મેરેથોન બેઠકો અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી.
મોરબીમાં સવારે ૧૦ વાગ્યે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા ભાજપની અલગ અલગ શાખાઓ સાથે મેરેથોન બેઠક યોજવામાં આવી હતી અને કાર્યકરો ને આગામી સમયમાં આવનારી ચુંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું .તેમજ આ આ તકે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ જરૂરી બેઠક યોજવામાં આવી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા ત્યાર બાદ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ની મુલાકાત પણ લીધી હતી. તેમજ સાંજ સુધી મોરબીમાં રોકાયા બાદ પરત ગાંધીનગર જવા રવાના થયા હતા.
મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો વન ડે વન ડીસટ્રિકટ ના કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તા ની બેઠક તેમજ ચૂંટાયેલ તમામ નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા તેમજ સામાજિક ક્ષેત્ર ના લોકો સાથે પણ બેઠક યોજી હતી ત્યાર બાદ જિલ્લાના તમામ અધિકારીઓ અને એજન્સી ઓ સાથે કામગીરી અંગે ચર્ચાઓ કરી ને સરકાર તરફથી જે મદદની જરૂર હોય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને મોરબીની તમામ સમસ્યા ઓ રૂબરૂ સાંભળી ને નિરાકરણ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા.તેમજ મોરબી ના ઉદ્યોગ કરો દ્વારા પાંચ વરસથી આધુનિક ફાયર સ્ટેશન માટે માંગણી કરવામાં આવી છે તે અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ માંગણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.