વેન્ટિલેટર બેડ, રેમડીસીવર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
મોરબી જીલ્લામાં કોરોનાની સ્થિતિ એ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે કથળેલી સ્થિતિના છેલ્લા કેટલાક સમયથી બતાવેલા અહેવાલની ગંભીર નોંધ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી હતી જેના પગલે તાબડતોબ મોરબી જિલ્લાની મુલાકાતે સીએમ અને ડે. સીએમ દોડી આવ્યા હતા જેમાં મોરબી આવી સીએમ વીજય રૂપાણીએ મોરબી જીલ્લા કલેક્ટર ,આરોગ્ય વિભાગ અને જીલ્લા પ્રભારી મનીષા ચંદ્રા સાથે મુલાકાત લઈ અને સ્થિતીનો તાગ મેળવ્યો હતો જેમાં સીએમ વીજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ મોરબી જીલ્લાની સમીક્ષા વહીવટી તંત્ર સાથે કરી છે અને મોરબી સીવીલ હોસ્પિટલમાં બેડની ,વેન્ટિલેટર બેડ,દવાઓ,રેમડીસીવર ઇન્જેક્શન અને ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આજે 700 રેમડીસીવર ઇન્જેક્શન મોરબી જીલ્લામાં આપવામાં આવ્યા છે અને આવતીકાલે પણ 700 ઇન્જેક્શન પાછા આપવામાં આવશે બીજી બાજુ રેમડીસીવર ના ડોઝ તમામ લોકોએ લેવાના નથી કેમ કે તેની આડ અસરો પણ ડોકટરોએ નોંધી છે હાલ મોરબી જીલ્લા માટે આરોગ્ય સુવિધાઓ માં વધારો થાય એ માટે આરોગ્ય મંત્રી અને ડે. સીએમ નીતિન પટેલ સાથે મોરબીની મુલાકાત લીધી છે જે આગામી સમયમાં સ્થિતી થાળે પડી જશે તેમજ માસ્ક અને કન્ટેનમેન્ટ ઝોન ના નિયમો પાળવા પણ પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે જેના પગલે મોરબી જીલ્લામાં આગામી સમયમાં કોરોના વધતો અટકાવી શકાય છે આ ઉપરાંત સાચા આંકડા બતાવવામાં કેમ નથી આવી રહ્યા આવું પૂછતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તમામ આંકડા સાચા જ બતાવવામાં આવી રહ્યા છે આંકડા છુપાવવાનો કોઈ મતલબ જ નથી અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ મુદ્દે હાલ બેઠક કરી અને મોરબી જિલ્લાની સ્થિતિ સુધરે તેમજ હાલ પણ મોરબી ની સ્થિતિ કન્ટ્રોલમાં છે તેવું જણાવ્યું હતું.