મોરબીમાં ગત તા ૨૧ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠકો યોજવામાં આવી હતી જેમાં સિરામિક ઉદ્યોગકારો ના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં સિરામિક ઉદ્યોગકારો માટે સૌથી સળગતો પ્રશ્ન નેચરલ ગસમાં ભાવ વધારાનો હતો અતિશય ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગકારો પર માસિક કરોડો રૂપિયા નો બોજો વધી ગયો હતો જેમાં થોડી રાહત આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વાર જરૂરી સુચના આપવામાં આવી હતી જેને પગલે ગુજરાત ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં કરાર આધારિત વપરાશ કરતા ને અગાઉ ૪૫.૯૧ રૂપિયાના ભાવે મળતો ગેસ હવે ૪૦.૮૬ ના ભાવે મળશે તેમજ તેમજ નોન MGO કરાર વગરના ગેસ ઉપયોગકર્તા ને અગાઉ ૫૮.૭૯ રૂપિયામાં મળતો ગેસ હવે ૫૩.૭૯ના ભાવથી મળશે ભાવ ઘટાડા ના આ નિર્ણયથી મોરબી સિરામીક ઉધોગને કરોડો રૂપિયાના ભારાણ માં ઘટાડો થશે અને મોરબી સિરામીક ઉધોગપતિઓ માં પણ આનંદની લાગણી છવાઈ છે.