મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનાના અકસ્માત સર્જી પિતાનું વાહન લઈને નાસી ગયેલ બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે બોલેરો ગાડી લઈને નીકળી સામેથી આવતી સીએનજી રીક્ષાને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં રીક્ષા ચાલકને બંને પગમાં, માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા રીક્ષા ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બનાવ અંગે મૃતકના કાકા દ્વારા બોલેરો ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા રફીકભાઇ આમદભાઇ ચાનીયા ઉવ.૪૪ એ મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો ગાડી જેના રજી.નં. જીજે-૩૬-વી-૦૧૭૧ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૪/૦૧ના રોજ સવારના ૯ વાગ્યાની આસપાસ આરોપીએ પોતાના હવાલાવાળી મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવતા સી.એન.જી.રીક્ષા રજી નં.જીજે૩૬-ડબલ્યુ-૨૫૬૮વાળીને હડફેટે લેતા સોહિલભાઇ સલીમભાઇ ચાનીયા ઉવ.૩૭ રહે.લુંટાવદર વાળાને બંને પગમાં તેમજ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને લાકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.