મોરબીમાં ફરી રેસ્લિંગ ગેંગનો આતંક સામે આવ્યો છે. જેમાં મોરબીમાં ફરી મોતનો ખેલ ખેલાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોરબી રાજોકટ હાઇવે શનાળા ગામ પાસે રોડ ઉપર CNG રીક્ષા જોખમી રીતે રેસ કરતા હોય તેવો એક વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયો વૈરલાલ થયાની કલાકોમાં જ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલાકને પકડી પાડી કાયદાનુ ભાન કરાવ્યું છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચના મુજબ મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે ટ્રાફીક શાખાની ટીમ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા. જે દરમ્યાન એક સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર CNG રીક્ષા રેસ કરતો વિડિયો વાઇરલ થયો હતો. જે બાબતે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલીક કાર્યવાહી આરંભી હતી અને વિડીયો જોતા મોરબી-રાજકોટ હાઇવે રોડ શનાળા ગામ પાસે રોડ ઉપર એક CNG રીક્ષા ચાલક પોતાની CNG રીક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી તથા રેસ કરી ચલાવી નીકળતા, પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના CNG રીક્ષા રજી. નંબર- GJ-03-AX-4123 વાળા હોવાનુ જણાય આવતા, તુરત જ રજીસ્ટર નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, CNG રીક્ષા સાથે શોધી કાઢી પુછપરછ કરતા રીક્ષા ચાલક અકરમશા હુશેનશા શાહમદારે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી CNG રીક્ષાના ચાલકને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનુ ભાન કરાવ્યું છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી.ઠક્કર, કોન્સ્ટેબલ દેવાયતભાઇ ગોહેલ તથા ભાનુભાઇ બાલાસરા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.