ભારત સરકાર દ્વારા કૌવિશિલ્ડ વેકીનનાં બીજા ડોઝનો સમય ગાળો ૧૨ થી ૧૬ અઠવાડીયા નકકી કરવામાં આવેલ જેના માટે કોવિન પોર્ટલ અપડેશનની કામગીરી ચાલુ હોવાથી તેમજ તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ મોરબી જિલ્લામાં કોરોના રસીકરણ કામગીરી બંધ હતી હાલ વાવાઝોડાની પરિસ્થિતિ થાળે પડતા આવતી કાલે તારીખ ૨૦/૦૫/૨૦૨૧ ને ગુરૂવારના રોજથી રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લામાં
• મોરબી તાલુકામાં – સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર(પરસોતમ ચોક), સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ, સબ સેન્ટર રવાપર,
• વાંકાનેર તાલુકામાં – સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી
• હળવદ તાલુકામાં – સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર
• ટંકારા તાલુકામાં – સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ
• માળીયા તાલુકામાં – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ
આમ જીલ્લામાં કુલ ૧૫ સ્થળોએ કોરોના રસીકરણ કામગીરી ચાલુ રહેશે. દરેક સ્થળોએ ૧૦૦-૧૦૦ લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે તથા કોવિશિલ્ડ વેક્સિનનાં બીજા ડોઝનાં લાભાર્થીઓએ બે ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડીયાનાં સમયગાળાની નવી ગાઇડલાઇનને અનુસરવા માટે મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ.કતીરા તેમજ જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વિપુલ કારોલીયા મોરબી જીલ્લામાં તમામ લોકોને નમ્ર અપીલ કરે છે.