મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી SMCની ટીમ દ્વારા મોરબીમાં ધામા નાખવામાં આવ્યા છે પ્રથમ દિવસે જ્યારે ટંકારા પોલીસ ની જુગારની રેડ મામલે આવેલ SMC ટીમે રિપોર્ટ તૈયાર કરી DGP ને સોંપતાં એક પીઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે જ્યારે બીજી દિવસે મોરબીના ગાળા ગામ નજીક કોલસા ચોરી કૌભાંડ ઝડપી પાડી ૩.૫૭ કરોડના મુદ્દામાલ સાથે ૧૧ આરોપીને ઝડપી લેવાયા હતા જ્યારે ત્રીજા દિવસે મોરબી સિટી બી ડિવિઝન વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી બુટલેગરની સાત પેટી વિદેશી દારૂ સાથે ઝડપી લેવાયો હતો.જ્યારે SMC ટીમ દ્વારા કોલસા કૌભાંડ અને બુટલેગર પર દરોડો પાડવામાં આવતા સ્થાનિક પોલીસ પર મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
SMC ટીમની બેક ટુ બેક રેડને લઇને સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી છે.જેને બિલકુલ સાંખી નહિ લઇ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી લાલ ઘૂમ થયા છે. અને આજે રવિવારે એસપીએ કુલ ૧૧ પોલીસકર્મીઓની બદલીઓનો ઓર્ડર આપ્યો છે. મોરબી તાલુકા પોલીસના આઠ અને મોરબી શહેર બી ડિવિઝનના ત્રણ મળી કુલ ૧૧ પોલીસકર્મીઓની જાહેર હિતમાં બદલીઓ કરાઇ છે. જેમાં મોરબી તાલુકા અને મોરબી સિટી બી ડિવિજન પોલીસમથકમાં ફરજ બજાવતા પાંચ કોન્સ્ટેબલ, ત્રણ હેડ કોન્સ્ટેબલ, બે એ.એસ.આઇ અને એક લોકરક્ષક મળી કુલ ૧૧ પોલીસ કર્મચારીઓની બદલી કરાતા મોરબી જિલ્લા પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો છે.