અગાઉ મોરબી એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ કોસ્ટ ગાર્ડ એસપી સુબોધ રામદેવભાઈ ઓડેદરાનો આજે જન્મદિવસ દિવસ છે મોરબીના એસપી તરીકે ના કાર્યકાળ દરમિયાન તેઓએ ટ્રાફિક અને ક્રાઈમ પર પોતાની પકડ દાખવી હતી દેખાવમાં નહિ પરંતુ કામને જ તેની પ્રગતિનું પગથિયાં બનાવી તેઓ આગળ વધ્યા છે વર્ષ ૨૦૦૫ માં ડીવાયએસપી તરીકે તેઓ પસંદગી પામ્યા હતા બાદમાં તેઓએ વડોદરા ડીવાયએસપી, રાજકોટ ડીસીપી અને મોરબી એસપી તરીકે પણ ફરજ બજાવી હાલમાં કોસ્ટ ગાર્ડ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
મહેર કુટુંબમાં જન્મેલા સુબોધભાઈના પિતા રામદેવભાઈ ઓડેદરા પણ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પિતાએ આપેલા સિદ્ધાંતો પર ચાલવાનું તેઓએ નક્કી કરી તેઓ પણ પોલીસ વિભાગના જીપીએસસી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને ડીવાયએસપી બન્યા હતા અત્યંત શાંત અને લાગણીશીલ સ્વભાવ અને વર્તનમાં સહજતા રાખે છે અને મોરબી જીલ્લાના રંગમાં પણ તેઓ એટલા જ ઝડપથી નવા એસપી તરીકે નિમણુંક થવા બાદ ભળી ગયા મિત્રો હોય કે વૃદ્ધ ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપવામાં માંનતા એસપી સુબોધ ઓડેદરા પોલીસ પરિવાર માટે પણ લાગણીનો દરિયો છે કોઈને ખબર વિના જ તેઓ પોલીસકર્મીઓના પરિવાર ની જેને મદદની જરૂર હોય તેને પહોંચાડી દે છે જેની પહેલી શરત ગુપ્ત રાખવાની હોય છે ત્યારે આજે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા એસપી એસ.આર.ઓડેદરા ના જન્મદિવસ પર ઠેરઠેર થી આગળના સમયમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.