હળવદ પોલીસને મળેલ બાતમીને આધારે તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આવેલ મહાદેવભાઈ દેત્રોજાની વાડીમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૫ હજાર તેમજ ૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો. જ્યારે રેઇડ દરમિયાન આરોપી મહાદેવભાઈ કાળુભાઇ દેત્રોજા હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.