હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નજીક પોલીસે દરોડા દરમિયાન બાવળના ઝૂંડમાંથી દેશી દારૂ બનાવવાનો અંદાજે ૧૫૦ લીટર ઠંડો આથો ઝડપી પાડ્યો હતો. જોકે સ્થળ પરથી આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને ફરાર દર્શાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
હળવદમાં એલ.સી.બી. મોરબીની ટીમને મળેલી બાતમીના આધારે જુના દેવળીયા અને નવા દેવળીયા ગામના તળાવ વચ્ચેના વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બાવળના ઝૂંડમાં આરોપી ચંદુભાઈ અમરશીભાઈ દુદાણા રહે. મોતીનગર જુનાદેવળીયા તા.હળવદ વાળાની કબ્જાવાળી જગ્યામાં દેશી દારૂ બનાવવાનો અંદાજે ૧૫૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૩,૭૫૦/- મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી ચંદુભાઈ દુદાણા હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.









