મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે પંચાસર ગામે રહેતા કમલેશભાઈ પરબતભાઇ નાગર સહકારી દૂધ મંડળી પાછળની ખરાબા ની જમીનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં દારૂ ગાળતો હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૨૦૫ લીટર ઠંડો આથો કિ.રૂ. ૪,૧૦૦/-મળી આવ્યો હતો. જ્યારે આરોપી કમલેશભાઇ પરબતભાઇ ઉર્ફે પબાભાઇ નાગર દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.