માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, મુસ્તાક અકબરભાઈ જામ ફતેપર ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જે બાતમીને આધારે તુરંત માળીયા(મી) પોલીસે ફતેપર ગામની સિમ ટીટોડી વાંઢ નજીક રેઇડ કરતા, જ્યાંથી બાવળની કાંટમાં ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો જપ્ત કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી મુસ્તાક અકબરભાઈ જામ રહે. માળીયા(મી) વાળો હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









