Monday, June 9, 2025
HomeGujaratહળવદના રાયસંગપુર ગામે બે અલગ અલગ રેઇડમાં ઠંડો આથો દેશી દારૂ ઝડપાયો:બે...

હળવદના રાયસંગપુર ગામે બે અલગ અલગ રેઇડમાં ઠંડો આથો દેશી દારૂ ઝડપાયો:બે બુટલેગરની શોધખોળ

હળવદ પોલીસને બાતમી મળી કે, તાલુકાના રાયસંગપુર ગામે તળાવ કાંઠે વિનોદ ઉર્ફે ટીનો તથા સ્મશાન પાસે મહેશ ડાભી દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા જ્યાં તળાવ કાંઠે બાવળની કાંટમાં છુપાવી રાખેલ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦ લીટર ઠંડો આથો કિ.રૂ. ૩,૦૦૦/-તેમજ ૧૨ લીટર તૈયાર પીવાનો દેશી દારૂ કિ.રૂ. ૨,૪૦૦/-મળી આવ્યો હતો. જ્યારે સ્મશાન પાસે બાવળની કાંટમાંથી ૨૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૫ હજાર મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી વિનોદ ઉર્ફે ટીનો કાનજીભાઈ ચૌહાણ રાયસંગપુર વાળો તથા આરોપી મહેશભાઈ કમાભાઈ ડાભી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી બે અલગ અલગ રેઇડમાં કુલ ઠંડો આથો ૩૨૦ લીટર તથા દેશી દારૂ ૧૨ લીટર સહિત કુલ રૂ.૧૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર બન્ને આરોપીઓને પકડી હળવદ પોલીસે લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!