રાજ્ય સરકાર દ્વારા ૯ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ તમામ નવી મહાનગરપાલિકાઓમાં કમિશ્નર અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ
એડમીનિસ્ટ્રેટર તરીકે જિલ્લા કલેકટર કે
બી.ઝવેરી,પ્રથમ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે હાલ મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર તરીકે રહેલા કુલદીપસિંહ વાળા અને ચીફ ઓફિસર સંજય સોની એમ બન્ને ને મોરબી મહાનગરપાલિકા માં ડેપ્યુટી કમિશ્નર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યની અન્ય નવ મહાનગરપાલિકાની પોસ્ટિંગ જોવા જઈએ તો નડિયાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિરાંત પરીખ ડેપ્યુટી. મ્યુનિસીપલ કમિશ્નર તરીકે આર.જે. હુદડ, પોરબંદર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એચ જે પ્રજાપતિ અને
ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે મનન ચતુર્વેદી, મહેસાણા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે રવિન્દ્ર ખટાલ અને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે દશરથસિંહ ચાવડા, વાપી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે અશ્વિન પાઠક,સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જીએચ સોલંકી અને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે એસ.કે. કટારા,આણંદ મ્યુનિસીપલ કમિશ્નર તરીકે મિલિંદ બાપના અને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે એસ.કે.ગરવાલ,નવસારી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દેવ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે જે.યું.વસાવા,ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એમપી પંડ્યા અને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર તરીકે સંજય રામાનુજને નિમણૂક કરી દેવામાં આવી છે સાથે સાથે મોરબીની વાત કરવા જઈએ તો મોરબી મહાનગરપાલિકામાં નગરપાલિકા વિસ્તાર સાથે શકત શનાળા,રવાપર,અમરેલી,લીલાપર ત્રાજપર,જવાહરનગર,ભળિયાદ,નાની વાવડી,માળિયા વનાળીયા વજેપર માધાપર અને ઇન્દિરા નગર સહિત ૧૨ ગ્રામ પંચાયતનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.