Friday, December 27, 2024
HomeGujaratરોટરી ક્લબ ઓફ મોરબી અને મોરબી નગરપાલિકા દ્વારા રંગારંગ મહોત્સવનું કરાયું આયોજન 

રોટરી ક્લબ ઓફ મોરબી અને મોરબી નગરપાલિકા દ્વારા રંગારંગ મહોત્સવનું કરાયું આયોજન 

રોટરી ક્લબ ઓફ મોરબી તેમજ મોરબી નગર પાલિકા દ્વારા રંગા રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓ માટે પોતાની કળા રજૂ કરવા માટે ઓપન મોરબી રંગોળી ફરિફાઈ 2024 નું સ્પર્ધાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રોટરી ક્લબ ઓફ મોરબી તેમજ મોરબી નગર પાલિકા દ્વારા રંગા રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓ માટે પોતાની કળા રજૂ કરવા માટે ઓપન મોરબી રંગોળી ફરિફાઈ 2024 નું સ્પર્ધાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની જનતાને ભાગ લેવા રજૂઆત કરવામાં આવી છે. આગામી તા. 29/10/2024 ને મંગળવારના રોજ બપોરે 02:30 થી સાંજના 06:00 વાગ્યા સુધી મયુરપુલ ઉપરની ફૂટપાથ પર આયોજન કરવામાં આવ્યું છે. જે રંગોળી સ્પર્ધા નિહાળવા માટે સાંજે 07:00 વાગ્યાથી મુલાકાત લઈ શકાશે. જેના માટે સ્પર્ધામાં ભાઈઓ, બહેનો અને બાળકો ભાગ લઈ શકશે, સ્પર્ધામાં બે અલગ અલગ કેટેગરીમાં થશે, કેટેગરીમાં 5 થી 15 વર્ષ અને 15 વર્ષથી ઉપર તેમ ગ્રુપ રહેશે, બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્પર્ધકને નંબર આપવામાં આવશે, રંગોળી સ્પર્ધા માટે દરેક વસ્તુ સ્પર્ધકે લાવવાની રહેશે, રંગોળી સ્પર્ધામાં રંગોળી 4 ફૂટની રહેશે, સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે તેમજ તેની એન્ટ્રી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે..જેના માટે રોટે. રૂપેશભાઈ મહેતા મોબાઇલ નં. 98980 71475, રોટે. બંસી શેઠ મોબાઇલ નં. 93766 52360 રજીસ્ટર કરાવી શકાશે. તેમ પ્રેસિડેન્ટ રોટે. કિશોરસિંહ જાડેજા મોબાઇલ નં. 98250 85671, પ્રોજેક્ટ ચેરમેન રોટે. રૂપેશભાઈ મહેતા મોબાઇલ નં.98980 71475 અને સેક્રેટરી રોટે. ભરતભાઈ ભદ્રકિયા મોબાઇલ નં. 98252 24997 દ્વારા જાણ કરવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!