Monday, November 18, 2024
HomeGujaratહાસ્ય કલાકાર ડૉ જગદીશ ત્રિવેદી કેન્સર હોસ્પિટલના લાભાર્થે ફંડ એકત્રિત કરી રહ્યા...

હાસ્ય કલાકાર ડૉ જગદીશ ત્રિવેદી કેન્સર હોસ્પિટલના લાભાર્થે ફંડ એકત્રિત કરી રહ્યા છે દસ કરોડને પાર પહોચ્યું પોતાનું દાન

ગોરજના મુની સેવા આશ્રમની કૈલાસ કેન્સર હોસ્પિટલના લાભાર્થે જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ડો. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમો યોજીને દાનની રકમ એકત્રિત કરી રહ્યા છે. ત્યારે હાસ્ય કલાકે જગદીશ ત્રિવેદીએ છેલ્લા સાત વર્ષમાં દાનની રકમ દસ કરોડ કરતાં વધુ એકત્રિત કરી છે.

- Advertisement -
- Advertisement -

ગોરજના મુની સેવા આશ્રમની કૈલાસ કેન્સર હોસ્પિટલના લાભાર્થે જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ડો. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમો યોજીને દાનની રકમ એકત્રિત કરી રહ્યા છે. ત્યારે એડમન્ટનના BEAMOUNT CENTER ખાતે ગોરજના મુની સેવા આશ્રમની કૈલાસ કેન્સર હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં આશરે પાંચસો જેટલાં ગુજરાતીઓ જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મન મૂકીને વરસ્યા હતા. જેમાં કુલ ૫૧,૭૦૦ કેનેડીયન ડોલર એટલે કે આશરે બત્રીસ લાખ રુપિયાનું દાન એકત્ર થયું હતું. જે કાર્યક્રમમાં દાનની રકમ દસ કરોડ રૂપિયાને પાર કરી ગઇ હતી. તે દાનમાંથી એકપણ રુપિયો લીધા વગર ડો. જગદીશ ત્રિવેદીએ એ રકમ મુની સેવા આશ્રમ- ગોરજથી પધારેલા સમર્પિત સેવક હેમંત પટેલ અને કેનેડાનાં સ્વયંસેવકો અશોક પટેલ , ભાર્ગવ પટેલ , સંજય પટેલ, ધવલ પટેલ અને રાકેશ પટેલ દ્રારા ભારત રવાના કરાઇ હતી. ડો. જગદીશ ત્રિવેદી ભારતથી રવાના થયા ત્યાં સુધીમાં એમના દાનની રકમ ૯,૫૯,૪૦,૭૭૪/- એટલે કે નવ કરોડ ,ઓગણસાઈઠ લાખ ચાલીસ હજાર અને સાતસો ચુંમોતેર હતી. જેમાં આ પ્રવાસના કુલ આઠ કાર્યક્રમો દ્રારા કુલ ૭૧,૩૧,૦૦૦/- એકોતેર લાખ અને એકત્રીસ હજાર જેટલી રકમ એકત્ર થતાં અને એ ગુજરાતના જરુરીયાતમંદ લોકોની સેવા માટે સુપ્રત થતાં હવે જગદીશ ત્રિવેદીના દાનની રકમ દસ કરોડને પાર કરી ગઈ છે. ત્યારે જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી ૧૦ જૂન સુધીમાં કેનેડામાં એક અને અમેરીકામાં ચાર મળી કુલ પાંચ કાર્યક્રમો યોજાશે અને એ પાંચ કાર્યક્રમો દ્રારા વધું પંચોતેર લાખ જેવી સેવા થશે. આમ ઈશ્વરની કૃપાથી પોતાનો અગીયાર કરોડનો મનોરથ જે પચીસ વરસમાં પુરો કરવાનો હતો એ માત્ર સાત જ વરસમાં અવશ્ય પુરો થશે એવી મને સાત્વિક શ્રદ્ધા વ્યક્ત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!