મોરબીમાં અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા પોતાના સમાજના લોકો માટે આરોગ્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે મોરબીમાં સમસ્ત સતવારા સમાજ દ્વારા સમાજના લોકો માટે ઓઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ઓઇસોલેશન સેન્ટરને દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.જેમાં સમાજના ડોક્ટરોના હાથે રીબીન કાપીને આ આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ .આ તકે ડો. ઇશાન કંઝારીયા, ડો.હિતેષ કંઝારીયા, ડો.પ્રદીપ ડાભી, ડો.કલ્પના સોનગ્રા, ડો. મહેશ ડાભી, ડો. ભાવેશ પરમાર, ડો. ઉમેશ નકુમ, ડો. પરેશ ડાભી, ડો. ગણેશ નકુમ અને ડો. દિપાર્થ કંઝારીયા સાથે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર અને સહયોગી મંડળના પ્રમુખ મેરુભાઇ કંઝારીયા, સામાજીક આગેવાનોમા ભાવેશભાઇ કંઝારીયા, વિજયભાઇ સતવારા, રમેશભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર, પ્રભુભાઇ હડિયલ, કાનજીભાઇ નકુમ, રોહિતભાઇ કંઝારીયા, પ્રવિણભાઇ સોનગ્રા, ખોડાભાઇ ડાભી, રાજુભાઇ કંઝારીયા, રણછોડભાઇ ડાભી મનસુખભાઇ નકુમ વગેરે કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.