મોરબી પંથકમાં સેવાની સુવાસ પ્રસરાવતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ઉનાળાના પ્રારંભની સાથે જલસેવા અભિયાન શરૂ કરવામા આવેલ છે.
કાળઝાળ ગરમી વધતા જલારામ મંદિર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ સેવા શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ સ્થળોએ ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામા આવી રહી છે. તંત્ર દ્વારા શહેરમા પાણી ના પાઉચ પર પ્રતિબંધ મુકવા મા આવ્યો છે ત્યારે પાણી ની બોટલ પણ ૫ રૂ., ૧૦ રૂ., ૨૦ રૂ. મા વહેંચાય રહી છે. બહાર ગામથી શહેરમા ખરીદી કરવા આવતા લોકોને ઉનાળાની કાળજાળ ગરમી મા પીવાના શુધ્ધ પાણી માટે ખર્ચ કરવો પડે છે. તે સમસ્યા દુર કરવા મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે ફિલ્ટર્ડ ઠંડા પાણી ની વ્યવસ્થા શહેર ના વિવિધ સ્થળે કરવામા આવી રહી છે. સેવાભાવી વ્યક્તિઓએ પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડ ની વ્યવસ્થા કરવા ઈચ્છુક હોય તેમણે સંસ્થાના અગ્રણીહરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨૧૮૪૧૫)નો સંપર્ક કરવા શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના પ્રમુખ નિર્મિત કક્કડે અનુરોધ કર્યો છે.