108 ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ. કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે 108ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે.આવો જ એક કિસ્સો વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાળી વિસ્તારમાં બન્યો કે જ્યાં 108 ની ડિમ દ્વારા સગર્ભા મહિલાની વિપરીત પરિસ્થિતિઓના કારણે વાડીમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી.
મળતી માહિતી અનુસાર, આજે તા 23/07/2024 ના મધ્ય રાત્રીનાં 1:55 વાગ્યાનાં અરસામાં વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાળી વિસ્તારમાં સગર્ભા મહિલા બિંદાબેન સોહનભાઈ બાવળિયાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેમના વાડી માલિકે 108 માં કોલ કરતા વાંકાનેર 108 માં કોલ મળતા જ EMT અંજલી સાધુ અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ વરસાદ ચાલુ હોવાથી અને દર્દી સુધી AMBULANCE રસ્તો જોખમી અને કાદવ કીચડ વાળો હોવાથી વાડીમાં જઈ શકે તેમ ન હોવાથી અને દર્દીનાં સગાના કહેવા મુજબ દર્દીને પ્રસવની પીડા વધારે હોવાથી જરા પણ સમય બગાડ્યા વગર વાળીમાં ચાલીને દર્દી પાસે મેડિકલ કીટ અને સાધન સામગ્રી સાથે ત્યાં સ્થળ પર જ પહોચતા માલૂમ પડતાં ડિલિવરી કરાવી પડે તેમ હોવાથી EMT અંજલી સાધુ મેડમે ERCP ડોક્ટરની સૂચનાઓ મુજબ સ્થળ પર નોર્મલ ડિલિવરી કરાવેલી હતી અને બિંદાબહેને એક સુંદર બાબાને જન્મ આપ્યો હતો અને માતા બાળકને જોખમમાંથી ઉગારી અને વાંકાનેરના સરકારી હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં માતા અને બાબાની તબિયત ખુબ સારી છે અને બિંદા બહેનના પરીવારજનોએ 108 અને 108 નાં સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.