મોરબીની માધાપરવાડી કન્યા શાળા દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. શાળા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને બેંકના ધક્કા ખાવા ન પડે એટલે શાળામાં જ બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો હતો. જેમાં ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.
મોરબીની પી.એમ. માધાપર કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને વાલીઓને તકલીફ ન પડે તે માટે વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપિંગ કરવું, આંખોની તપાસ કરવી, આરોગ્ય ચકાસણી કરવી, વિદ્યાર્થીઓને શાળાએથી જ યુનિફોર્મ મળી જાય તે માટે દુકાન વાળાને જ શાળામાં બોલાવવા વગેરે અનેક લોકોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એવી જ રીતે સરકાર દ્વારા બાલવાટીકાથી ધો.5 ની વિદ્યાર્થીનીઓ માટે 1600/- રૂપિયા અને ધો.6 થી 8 આઠના વિદ્યાર્થીઓ માટે 1900/- રૂપિયા શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ DBT ડાયરેક્ટ બેનીફિશિયર ટ્રાન્સફર અંતર્ગત વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તે માટે દરેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ જરૂરી છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે મોરબી રવાપર રોડ પર નીલકંઠ વિદ્યાલયની સામે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કે જે હવે ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગઈ છે, શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી. વડસોલાએ બેંક મેનેજર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓના ખાતા ખોલવા માટે શાળામાં કેમ્પ કરવાની અપીલને સ્વીકારી ત્રણ કર્મચારીઓને પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળામાં મોકલ્યા અને 100 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ સ્થળ પર જ ખોલી આપ્યા હતા, શાળામાં કેમ્પ કરવાથી વાલી અને વિદ્યાર્થીઓના ઘણી બધી સમય અને શક્તિનો બચાવ થયો હતી અને બેંકની આવી સુંદર અને સરાહનીય કામગીરી બદલ ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર સહિત તમામ અધિકારી, કર્મચારીઓની પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આભાર વ્યક્ત કર્યો છે.