પોલીસ,પત્રકાર અને સામાજિક કાર્યકરના સંયુક્ત પ્રયાસનું સુખદ પરિણામ
મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યરત “SHE TEAM” દ્વારા ગુમથયેલ બાળકીનું પરીવાર સાથે મિલન કરાવી સરાહનીય કામ કર્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની શી ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન તેઓને સેન્ટમેરી સ્કુલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે પહોંચતા એક મોટરસાઇકલ ચાલકે હાથનો ઇશારો કરતા તેને જણાવેલ હકિકત મુજબ પોતે વિકીભાઇ હરીશભાઇ બસંતાણી (રહે.લાયન્સનગરમાં ચરમારીયા ડાડાના મંદિર સામેના ભાગે આવેલ વાસ્તુપેલેસ એપાર્ટમેન્ટમાં) હોય અને પોતાની ભત્રીજી એકાદ કલાકથી એપાર્ટમેન્ટમાં અન્ય છોકરાઓ સાથે રમતા રમતા ગુમ થઇ ગયેલ હોવાનું જણાવતા તુરંત જ તેની સાથે મદદમાં રહી પોલીસ સ્ટેશને જાણ કરી ગુમ થયેલ બાળકીની શોધખોળ શરૂ કરી દિધેલ અને શોધખોળ ચાલુ હોય અને અડધા જ કલાકના સમયગાળા દરમ્યાન પત્રકાર પંકજભાઇ સનારીયા દ્વારા શી ટીમના સભ્યને ટેલીફોની જાણ કરવામાં આવેલ કે એક આશરે ચારેક વર્ષની દિકરી પરશુરામધામ નવલખી ફાટક નજીકથી એકલી મળી આવેલ છે. જે માહિતી મળતા ફોટો મંગાવી મેચ કરતા ગુમથયેલ બાળકી જ હોવાનું નક્કી થતા તુરંત જ મોરબી સીટી બી ડિવિઝન શી ટીમ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો પરશુરામધામે બાળકીના માતા સાથે પહોંચી બાળકીને સાંચવી રાખનાર અલ્પાબેન (રહે.પરશુરામધામ નવલખીરોડ મોરબી) પાસેથી બાળકીનો કબ્જો મેળવી ચાઇલ્ડ વેલ્કફેર કમિટીની મંજુરીથી બાળકીના માતા અનિતાબેન વિજયભાઇ બસંતાણીને સોંપી આપેલ હતી અને વાસ્તુપુલેસ એપાર્ટમેન્ટના માણસો તથા આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોએ બાળકી મળી જતા રાહતનો શ્ર્વાસ લીધેલ હતો.