Monday, March 23, 2026
HomeGujaratવાંકાનેર SHE TEAMની સરાહનીય કામગીરી : ગુમ થયેલા સગીરનું પરિવાર સાથે પુનઃમિલન...

વાંકાનેર SHE TEAMની સરાહનીય કામગીરી : ગુમ થયેલા સગીરનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પોલીસની SHE TEAM દ્વારા માનવતાભર્યો અને સરાહનીય કાર્ય કરી ગુમ થયેલા સગીર વયના કિશોરને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ગત તા.૨૧/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ચોટીલા પોલીસની PCR વાન દ્વારા એક સગીર વયના બાળકને વાંકાનેર બાઉન્ડ્રી વિસ્તારમાંથી મળી આવતાં તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ SHE TEAMને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ SHE TEAM દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દેવેન્દ્ર હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીર પોતાના માસી-માસાના ઘરે રહેતો હતો અને તેમની જાણ બહાર ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે તાત્કાલિક સગીરના સગાસંબંધીઓનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન પર બોલાવી બાળકને સહિ-સલામત રીતે સોંપી દીધો હતો. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સમજણ પણ આપવામાં આવી હતી. વાંકાનેર SHE TEAMની આ કામગીરીને લઇને સ્થાનિક સ્તરે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!