Wednesday, February 18, 2026
HomeGujaratમોરબી શહેરમાં સ્વચ્છતાને લઈને ક્લસ્ટર-૫ માં કમિશનરની વિઝિટ

મોરબી શહેરમાં સ્વચ્છતાને લઈને ક્લસ્ટર-૫ માં કમિશનરની વિઝિટ

મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે કમિશનર સ્વપનિલ ખરે દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ કરવામાં આવે છે, જે અંતર્ગત ક્લસ્ટર-૫ માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સાથે વિઝિટ કરી શહેરની યોગ્ય સફાઇ થાય તે વિષયક સૂચના આપી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા ક્લસ્ટર-૫ ના જુદા જુદા વિસ્તારોની કમિશનર સ્વપ્નિલ ખરે એ સાઇટ વિઝિટ કરી હતી, ક્લસ્ટર-૫ ના વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જીવરાજ પાર્ક, ચક્કરરોડ, સાઈનાથ એપાર્ટમેન્ટ સહિતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટનું નિરીક્ષણ કરી શહેરમાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા હતા, આ સમગ્ર વિસ્તારમાં કામ કરતાં સફાઇ કામદારોની કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સાઇટ વિઝિટ કરી આ વિસ્તારમાં સફાઇ કામગીરી નિયમિત સુ-વ્યવસ્થિત રીતે થાય તેનું માર્ગદર્શન આપ્યું હતું, આ તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ પર નિયમિત ગાર્બેજ કલેક્સન કરવા અને યોગ્ય નિકાલ કરવાની સૂચના કમિશનરે આપી હતી, તેમજ આ વિસ્તારમાં આવેલા GVP પોઈન્ટ જેમાં રામેશ્વર મંદિર પાસે, યુ.એન.કોલેજ(નજરબાગ), અને રેલવેના પાટા પાસે નિરીક્ષણ કરી યોગ્ય ગાર્બેજને એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારી- સફાઇ કામદારને સૂચના આપી હતી,

કમિશનરની આ વિઝિટ દરમિયાન નાયબ કમિશનર પ્રોજેક્ટ સંજય કુમાર સોની, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના શાખા અધ્યક્ષ અનુરાગભાઈ સંતોકી સહિતના અધિકારી/કર્મચારી હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!