મોરબી શહેરના અલગ-અલગ બે વિસ્તારમાં આગ લાગવાના બે બનાવ બન્યા છે. જેમાં મોરબી ફાયર ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. બંને ઘટનાઓમાં ફાયરબ્રિગેડે સ્થળપર દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સરદાર બાગ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપ પાસેની શેરીમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં કોમનપ્લોટ કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેની જાણ થતા જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે બીજા બનાવમાં રવાપર ગામે આવેલ પહાડી વિસ્તારમાં બપોરે 3 વાગ્યા આસપાસ ઘાસમાં આગ લાગી હતી. જેની જાણ થતા જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે ઘાસમાં લાગેલ આગ બુઝાવતી વખતે આગમાં ફસાયેલ વન્ય જીવ “શેળો” નો જીવ બચાવી તેનું રેસ્કયું પણ કરવામાં આવ્યું હતું. અને આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારે મોરબી ફાયર ટીમની સરાહનીય કામગીરીને લઈ લોકો ફાયરની ટીમને બિરદાવી રહ્યા છે.