બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને સમગ્ર રાજ્યભરના દરિયા કિનારાથી નજીકના વિસ્તારના કાચા મકાનને નુક્સાન તેમજ ઘરવખરીમાં પણ નુક્સાન થવા પામ્યું હતું. જે નુકશાનીને અનુલક્ષીને સરકાર દ્વારા વળતર જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં ત્રાટકેલા બીપરજોય વાવાઝોડાએ ભારે નુકશાની સર્જી હતી. જેના કારણે માલ મિલ્કતને પારાવાર નુક્શાન થવા પામ્યું હતું. રાજ્ય સરકારના મહેસુલ વિભાગે વાવાઝોડામાં નુક્શાન પામેલા કાચા-પાકા મકાનો માટે વળતરની જાહેરાત કરી છે. મહેસુલ વિભાગના ઉપસચિવે પરિપત્ર બહાર પાડી બિપોરજોય વાવાઝોડાના કારણે જે રહેણાક કાચા-પાકા મકાનોને નુક્શાન થયું છે. તેના માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્ટેટ ડિઝાસ્ટાર, રિસ્પોન્સ (એસ.ડી.આર.એફ.)ના ધોરણે સહાય ચુકવાવનો નિર્ણય કર્યો છે. કુટુંબ દિઠ કપડા સહાય તરીકે રૂ.૨૫૦૦ અને ઘર વખરી સહાય તરીકે રૂ.૨૫૦૦ મળી કુલ રૂા. ૫૦૦૦ તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ. બે હજાર મળી કુલ રૂ. ૭ હજાર કુટુંબ દિઠ ચુકવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જયારે સંપૂર્ણ નાશ પામેલ મકાન પેટે રૂ.૧.૨૦ લાખ, કાચા મકાનને આંશિક નુક્સાનમાં રૂા.૧૫ હજાર સુધી ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને સમગ્ર રાજ્યભરના દરિયા કિનારાથી નજીકના વિસ્તારના ખેડૂતોના ઊભા બાગાયતી પકોને અતિભારે નુકશાન થયેલ હોય જે નુકશાનીને અનુલક્ષીને કૃષિ ક્ષેત્ર માટે અલગથી પેકેજ જાહેર કરાશે.