Monday, November 18, 2024
HomeGujaratમોરબી જીલ્લા ખાણ ખનીજના મુખ્ય અધિકારીને ઓફિસમાં જઈ ગર્ભિત ધમકી આપતા જામનગરના...

મોરબી જીલ્લા ખાણ ખનીજના મુખ્ય અધિકારીને ઓફિસમાં જઈ ગર્ભિત ધમકી આપતા જામનગરના ખનીજચોર સામે ફરિયાદ

અગાઉ ખનીજ-ખનન નો કેસ તથા દંડ કર્યાનો ખાર રાખી અધિકારીને ઓફિસમાં જઈ ગાળો ભાંડી

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ખાણ-ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને કલેક્ટર કચેરીમાં આવેલી સરકારી ઓફિસે જઈ અગાઉ ખનીજ ખનનના કેસનો ખાર રાખી જામનગરના એક ઇસમે અધિકારીને ગાળો ભાંડી કહેલ કે ‘મોરબી જીલ્લામાં નોકરી કરવા નહીં દવ’ તેવી ગર્ભિત ધમકી આપતા સમગ્ર બનાવની પોલીસને જાણ કરતા પોલીસ ટીમ કલેક્ટર કચેરી ખાતે આવી આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી.

મળતી માહિતી અનુસાર મોરબીના લાલબાગ સરકારી વસાહતમાં બ્લોક નં. ડી-૩/૧૪માં રહેતા જીલ્લા ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારી જગદીશકુમાર સેમાભાઈ વાઢેર ઉવ.૩૩એ અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સામતભાઇ કરમુર રહે.જામનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૧૩/૦૮ના રોજ બપોરના અરસામાં કલેક્ટર કચેરી ખાતે આવેલ ખાણ ખનીજ વિભાગની ઓફિસે આરોપી સામતભાઈ બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજુઆત કરવા આવેલ હોય ત્યારે રજુઆત કરનારની વચ્ચે ઓફિસમાં પરવાનગી વગર આવતા ફરિયાદી અધિકારીએ આરોપી સામતભાઈને ઓફીસની બહાર બેસવાનુ કહેતા જે આરોપીને સારૂ નહિ લાગેલ અને અગાઉ રાજકોટ ખાતે ફરિયાદી જગદીશકુમાર ફરજ ઉપર હોય ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરવા અંગે આરોપી સામતભાઈ વિરુદ્ધ કેશ/દંડ કરેલ હોય જેનો ખાર રાખી ખાન ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી તેમજ અન્ય ગર્ભિત ધમકી આપતા અધિકારી દ્વારા ટેલીફોનથી પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની અટક કરી હતી. હાલ આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!