ઝડપથી કેમ બાઈક ચલાવે છે તેમ કહી યુવાન અને તેના પરિવાર ઉપર તૂટી પડ્યા, સામી ફરિયાદ પણ નોંધાઈ તેવી શકયતા
હળવદ : હળવદના કેદારિયા ગામે ગઈકાલે સરપંચનું જૂથ અને એક પરિવાર વચ્ચે સશસ્ત્ર ઘીગાણા થયું હતું. આ મામલે એક પક્ષ સામે એટલે સરપંચના જૂથ સામે હાલ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઝડપથી કેમ બાઈક ચલાવે છે તેમ કહી સરપંચનું જૂથ યુવાન અને તેના પરિવાર ઉપર તૂટી પડ્યું હતું. જો કે આ બનાવમાં સામી ફરિયાદ પણ નોંધાઈ તેવી શકયતા છે.
હળવદ પો.સ્ટે.માં ફરિયાદી કાન્તીભાઈ અમરાભાઈ પોરડીયા ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.ગામ-કેદારીયા તા.હળવદવાળાએ આરોપીઓમાં સરપંચ વિષ્ણુભાઈ જાદુભાઈ કોળી, જાદુભાઈ ભીખાભાઈ કોળી, જયંતીભાઈ જાદુભાઈ કોળી, કિશનભાઈ જાદુભાઈ કોળી, મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ કોળી, જાદુભાઈ વિઠ્ઠલભાઈ કોળી તમામ રહે.કેદારીયા તા.હળવદવાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, ફરીયાદી પોતાનુ મોટર સાયકલ લઈને વાડીએથી નીકળી ગામમા રામજી મંદિર ચોકમા પહોચતા આ આરોપી સરપંચ સહિતનાએ તેને રોકી કેમ મોટર સાયકલ ઝડપી ચલાવે છે તેમ કહી આરોપીઓએ પોતાના હાથમા રહેલ ધોકાથી ફરીયાદીને શરીરે આડેધડ મારી બંન્ને પગે મુઢ ઈજા કરી તેમજ ધારીયા વતી સાહેદ ચેતનભાઈને ડાબી બાજુ કાનથી ઉપર માથામાં ઘા મારી ફેક્ચર કરી તેમજ ત્યારબાદ ચાલુ ઝઘડામા અન્ય આરોપીઓ પણ પોતાના હાથમા ધોકા લઈ આવી સાહેદ પ્રવિણભાઈને શરીરે આડેધડ ઘા મારી જમણા હાથમા કોણીના ભાગે તથા કાડાના ભાગે ફેક્ચર કરી તમામ આરોપીએ ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા સાહેદોને ઈજાઓ કરી હતી.