વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે આવેલ આઠ એકર જમીનનો મહિલા સહિત ત્રણ આરોપીઓએ વેચાણ દસ્તાવેજ કરાવ્યા બાદ બાર એકર જમીનમાં કબ્જો કરી જમીન દબાવી લેતા તમામ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
અગાભી પીપળીયા ગામે આવેલ અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ. ૩૩)ની સર્વે નંબર ૭ પૈકી ૩ની ૧ર એકર અને ૯ ગુઠા વાળી જમીન પૈકી ૮ એકર અને ૧૬ ગુઠા જમીનનુ વેચાણ કર્યું હતું ત્યારબાદ તે સિવાયની બાકી રહેતી ૪ એકર જેટલી જમીન પચાવી પાડવાના ઇરાદે આરોપી મણીબેન રતાભાઇ ભરવાડ, રાઘવભાઇ રતાભાઇ ભરવાડ અને વિરમભાઇ રતાભાઇ ભરવાડ (રહે.તમામ અગાભી પીપળીયા તા.વાંકાનેર) વાળાઓએ ગેરકાયદે કબ્જો જમાવી વાવેતર કરી દેતા તામમ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને પગલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.