હળવદ તાલુકાના માથક ગામે રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરીયા માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હોય જેથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું. ત્યારે મૃતક પરિણીતાના ભાઈ દ્વારા બેનના પતિ સહિતના ચાર સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુજના મેરૂપર ગામના ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેર ઉવ.૪૧ એ હળવદ પોલીસ મથકમાં આરોપી અરજણભાઈ દેવુભા ચાવડા, ઉપેન્દ્ર અરજણભાઈ ચાવડા, ધનુબેન દેવુભા ચાવડા, વસંતબેન ઝાલાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી ઇન્દ્રજીતભાઈના મોટા બહેન નિતાબેનને તેમના પતિ તથા પતિના આગલા ઘરનો દીકરો, સાસુ સહિતના માનસિક ત્રાસ આપતા તેમજ મારકુટ કરતા હોય જ્યારે મૃતકના દેરાણી આરોપી વસંતબેન ચાવડા ખોટી ચડામણી કરી માનસિક ત્રાસ આપતા હોય ત્યારે તમામ બાબતથી કંટાળી ફરિયાદીના બહેનને મરવા દુષપ્રેરીત કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોય. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૮ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









