મોરબી જિલ્લામાં લગ્ન બાદ પરિણીતા પર ત્રાસ ગુજરાવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે તો મહિલા ગર્ભવતી હોવા છતાં સાસરિયા પક્ષના લોકો દ્વારા ત્રાસ ગુજારી અને સારવાર નહી કરાવી દહેજ અને કામકાજ મુદ્દે શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ ગુજારતા પરણિતાએ સાસરિયા પક્ષના આંઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વીસીપરામાં રેલ્વે સ્ટેશનની બાજુમા રહેતા રીમાબા કરણસિંહ જાડેજા નામની પરણિતાને સાસરિયા પક્ષ દ્વારા તેની નાની-નાની બાબતો તથા ધરકામ બાબતે તેમજ પ્રેગ્નેટસી દરમ્યાન સારવાર નહી કરાવી તેમજ વધારે કરીયાવર લાવવા માટે દબાણ કરી અવાર-નવાર મેણા-ટોણા બોલી ભુંડા બોલી ગાળો આપી પરણિતાનાં પતિ કરણસિંહ મનુભા જાડેજાને અવાર-નવાર ખોટી ચડામણી કરતા ઢીકા પાટુનો મુંઢમાર મારી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા આખરે પરણિતાએ કંટાળી જઈ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ – કરણસિંહ મનુભા જાડેજા, સસરા મનુભા હેમુભા જાડેજા, સાસુ – જનકબા મનુભા જાડેજા, દિયર -અર્જુનસિંહ મનુભા હેમુભા જાડેજા, નણદોયા – જયેન્દ્રસિહ મનુભા રાઠોડ, નણંદ – મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ, નણદોયા – પ્રકાશસિંહ મનુભા રાઠોડ, નણંદ – શીતલબા પ્રકાશસિંહ રાઠોડ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજ્બ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.