હળવદ તાલુકાના ગ્રામ્યમાં ૧૭ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી જનાર વિરુદ્ધ ભોગબનનારની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા,પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચે સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ગઈ તા.૦૪/૦૫ના રોજ આરોપી વિશાલભાઈ જ્યોતિષભાઈ લોદરીયા (રહે.સુખપર તા.હળવ વાળો સગીરાને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હોય, ત્યારે સમગ્ર બનાવ મામલે સગીરાની માતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.