વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક આવેલ કારખાનામાંથી ૧૬ વર્ષીય વય ધરાવતી સગીરાને અન્ય ફેક્ટરીમાં કામ કરતો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હોવા અંગે ભોગ બનનારના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક આવેલ સેનેટરીવેરના કારખાનામાં કામ કરતા પરિવારની ૧૬ વર્ષીય સગીર વય ધરાવતી દીકરીનું અન્ય કારખાનામાં કામ કરતા આરોપી સાગર દેવચંદ વર્મા રહે.લાલપુરીયા તા.સૂટાલીયા જી.રાજગઢ વાળો લગ્નની લાલચે ભગાડી ગયો હોય, ત્યારે સગીરાના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, આરોપી તથા ભોગ બનનારને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે