Monday, December 15, 2025
HomeGujaratમોરબી-૨માં યુવકનું અપહરણ કરી બેફામ માર મારી, એક્ટિવા પડાવી જાતિપ્રત્યે હડધૂત કરનાર...

મોરબી-૨માં યુવકનું અપહરણ કરી બેફામ માર મારી, એક્ટિવા પડાવી જાતિપ્રત્યે હડધૂત કરનાર ત્રણ સામે ફરિયાદ

મોરબીમાં હાલ પોલીસનો ડર વિસરાતો જતો હોય તેમ અસામાજિક ગુંડા તત્વોએ માઝા મૂકી હોય તેમ ઉપરા-છાપરી વ્યક્તિઓના અપહરણ તેમજ માર મારવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે વધુ એક અપહરણ કરી માર મારવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોર્ટ કચેરીનો ખર્ચો આપવો પડશે તેમ કહી નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી વિવિધ સ્થળે લઈ જઈ બેફામ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવકનું એક્ટિવા પણ બળજબરીથી પડાવી લઈ જાતિપ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ આ ચકચારી બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે ત્રણેય આરોપીઓ સામે અપહરણ, મારા મારી તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગર શેરી નં.૩ માં રહેતા શૈલેષભાઈ તુલસીભાઈ મુછડીયા ઉવ.૨૮ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અહેમદ મેમણ રહે. વીસીપરા વાળા તેમજ અજાણ્યા બે સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી શૈલેષભાઇને આરોપી અહેમદ મેમણ અને તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ ખોટી રીતે અગાઉ કોર્ટ કચેરીના ખર્ચાના બહાને રોકી ગાળો આપી પ્લાસ્ટિકના પાઇપ તથા ઢીકા-પાટુથી ગંભીર રીતે માર માર્યો હતો. ત્યારબાદ ફરીયાદીનું અપહરણ કરી તેને વિશીપરા, ભવાની ચોક તથા મચ્છીપીઠ સહિત વિવિધ સ્થળે લઈ જઈ વારંવાર માર મારી ફરીયાદી પાસેથી હોન્ડા એક્ટિવા રજી.નં. જીજે-૩૬-બીએ-૦૬૪૩ બળજબરીથી પડાવી લીધુ હતું અને જાતિપ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં ફરીયાદીને મૂંઢ ઇજાઓ થતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!