Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજે આપેલ રૂપિયાની ઉઘરાણી મામલે ચાર શખ્સોનો યુવાન ઉપર હુમલો, ફરિયાદ...

મોરબીમાં વ્યાજે આપેલ રૂપિયાની ઉઘરાણી મામલે ચાર શખ્સોનો યુવાન ઉપર હુમલો, ફરિયાદ નોંધાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શક્ત શનાળા ગામે આવેલ સુંદર પાર્ક સોસાયટી પાછળ રહેતા મનસુખભાઇ વેલજીભાઈ ચાવડા (ઉ.વ.૪૪)એ શક્ત શનાળા ગામે જ રહેતા આરોપીઓ બાબાભાઈ જીવણભાઈ જીલરીયા, વરૂણભાઈ જીવણભાઈ, માધવજીભાઈ જીવણભાઈ, વિરમભાઈ રબારી સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૦નાં રોજ મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફરિયાદી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન આરોપીઓ પોતાની ગાડી પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદીના બાઇકને હડફેટે લેતા ફરિયાદી પડી ગયા હતા. આથી, આરોપીઓએ ગાડી દેખાતી નથી તેમ કહી ફરિયાદીને લાકડાના ધોકા વડે માર મારી મૂંઢ ઈજાઓ કરી હતી અને આરોપીઓએ ફરિયાદીને વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુજરાત નાણાંધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!