વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામેં જુની નવી કલવાડી ગામમાં જતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં બાકોરું પાડી પાણીનો ખેતીની પીયત માટે ઉપયોગ કરતા ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેર ગ્રૃપની જુની નવી કલવાડી ગામમાં જતી અને સીંધાવદર ગામમાંથી પસાર થતી પાણી પુરવઠાની પાઇપલાઇને તોડી ગેરકાયદે સીંધાવદર ગામના સર્વે નંબર ૨૯/૧ પૈકી-૧ /પૈકી-૧/પૈકી-૧ તથા સર્વે નંબર ૩૧૪ તથા સર્વે નંબર ૩૦૦ પૈકી ૧ સહિતના ખાતેદાર ખેડૂતોએ ગેરકાયદેસર કનેકશનો મેળવી લીધા હતા આ પીવાના પાણીનો ખેતીની પીયત માટે ઉપયોગ કરતા પોલીસે આ તમામ સામેં અમરસિંહ જેઠસુરભાઇ સીસોદીયા (ઉ.વ.૩૫ ધંધો કોન્ટ્રાકટર રહે. પાણખાણ તા.કેશોદ જી. જુનાગઢ) એ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી.કલમ ૪૩૦ પબ્લીક પ્રોપટી ડેમેજ એક્ટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.