Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના જોન્સનગરમાં લાઇટબીલના પૈસામાં ભાગ માંગતા ડખ્ખો:ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીના જોન્સનગરમાં લાઇટબીલના પૈસામાં ભાગ માંગતા ડખ્ખો:ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીના લાતીપ્લોટ માં આવેલ જોન્સનગરમાં લાઇટબીલ ભરવાના પૈસામાં અડધો ભાગ માંગતા ત્રણ શખ્સોએ મકાનમાં તોડફોડ કરી માર માર્યો હતો અને મારી નખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના લાતીપ્લોટમાં આવેલ જોન્સનગરમાં રહેતા સમુનભાઈ હસનભાઈ ભટ્ટી (ઉ.૨૦ ધંધો મજૂરી રહે.જોન્સનગર શેર નં.૧૧) વાળાએ તે જ વિસ્તારમાં રહેતા મોહસીનભાઈ બસીરભાઈ ભટ્ટી,કાસમભાઈ બસીરભાઈ ભટ્ટી અને માજીદભાઈ બસીરભાઈ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૪ જૂનના ફરિયાદી ના પિતા હશનભાઈ ભટ્ટી એ ઉપરોકત આરોપી મોહસીનભાઈ પાસેથી લાઈટ બીલમાં ભાગે પડતા પૈસા માંગતા તેને ઉશ્કેરાઈ જઈને ગાળો ભાંડી હતી જ્યારે ફરિયાદીના પિતાએ આવું બોલવાની ના કહેતા આરોપી એ લોખંડના પાઇપ વડે માથામાં ઘા માર્યો હતો અને એ જ અરસામાં અન્ય બે આરોપીઓ પણ ત્યાં આવી પહોંચી નેફરિયાદી અને તેમના પિતા ને માર મારી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘર વખરીનો સમાન માં તોડફોડ કરી હતી અને આરોપી મોહસીન એ ફરિયાદી અને એમના પિતાને જાનથી મારી નખવાની ધમકી આપી હતી.

જે બાબતે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!