Friday, December 27, 2024
HomeGujaratહળવદ પીએસઆઇએ વેપારીને પોલીસ મથકમાં દારૂ પીવડાવી બેફામ માર મારતા કોર્ટમાં ફરિયાદ!

હળવદ પીએસઆઇએ વેપારીને પોલીસ મથકમાં દારૂ પીવડાવી બેફામ માર મારતા કોર્ટમાં ફરિયાદ!

સિંઘમના વહેમમાં ફરતા પીએસઆઇ પનારા અને જયપાસિંહ સહિતના સ્ટાફે શક્તિનગરના યુવાન વેપારીને દારૂના કેસમાં ફિટ કરવા ખેલ પાડ્યો ?

- Advertisement -
- Advertisement -

હળવદ : કાયદાના રક્ષકો જ ભક્ષક બને તેવી એક ઘટનામાં હળવદના શક્તિનગરના વેપારી યુવાનને દારૂના ખોટા કેસમાં ફિટ કરવા સિંઘમના વહેમમાં ફરતા પીએસઆઇ પનારા અને તેમના સાથીદારોનો મનસૂબો પૂર્ણ ન થતા આ વેપારી યુવાનને પોલીસ મથકમાં જ બળજબરીથી દારૂ પીવડાવી ઢોર માર માર્યા ના આક્ષેપ મામલે હળવદ નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થતા સનસનાટી મચી જવા પામી છે.

સમગ્ર મોરબી જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર જગાવનાર આ ઘટનાની વિગતો જોઈએ તો હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસેની એક મીલ પાસે અનાજ કરીયાણાની દુકાન ધરાવતા સહદેવભાઈ(ગડુ) ભુપતભાઈ અધારા નામના યુવાને હળવદ ચીફ જ્યૂડી મેજી.કોર્ટમાં હળવદના પીએસઆઇ પી.જી પનારા અને જયપાલસિંહ તથા અન્ય બે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી કે ,તેઓ ગત તા.૧૩ના રોજ તેમના રાજગઢ ગામે બહેનને કુટુંબ ક્લેશ થયો હોવાથી તેના મિત્ર સોલડીવાળા ભગાભાઈની ગાડી લઈને રાજગઢ ગયા હતા.જ્યાં કામ પતાવ્યા બાદ આ ગાડી પોતાની પાસે રાખી હતી.એ અરસા ૨૦૦ પેટી ઈંગ્લિશ દારૂનું કોઈ સ્થળે કટિંગ થયું હતું.આથી શક્તિનગરના યુવાને આ ૨૦૦ પેટી ઈંગ્લિશ દારૂનું કટિંગ કર્યું હોવાની હળવદ પોલીસે ખોટી શંકા કરી હતી.દરમ્યાન તા.૧૪ના રોજ તેઓ પોતાની દુકાને હતા.ત્યારે આ દારૂની ખોટી શંકા કરીને હળવદના પીએસઆઇ અને અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓએ યુવાનને તેની દુકાનેથી ઉઠાવી લીધો હતો.

યુવાનને પોલીસે બેફામ ગાળો આપી હળવદ પોલીસ સ્ટેશને લાવીને યુવાનને સુવડાવીને શરીરે આડેધડ ઢોર માર માર્યો હતો. તેમજ ક્યાં દારૂનું કટિંગ કર્યું, કોને કોને દારૂ સપ્લાય કર્યો તેમજ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પીલિસે યુવાનની આકરી પૂછપરછ કરી હતી.યુવાને વધુમાં જણાવ્યું હતું કે ,મને પોલીસે શરીરે આડેધડ માર માર્યા બાદ દારૂ અંગે કોઈ હકીકત મળી ન હતી.એટલે પોલીસે એવું કહ્યું કે તને અહીંયા લાવ્યા છીએ તો દારૂ પીલે, તેમ કહીને યુવાનને હળવદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસે દારૂ પીવડાવ્યો હતો અને તેની સામે પોલીસે દારૂ પીધેલાનો ખોટો કેસ કર્યો હતો.બાદમાં પોલીસે યુવાનને છોડી મુક્યો હતો.દરમ્યાન ઘરે ગયા બાદ પોલીસે માર માર્યો હોવાથી બે દિવસ પહેલા યુવાનની તબિયત લથડતા ચક્કર આવવાથી પડી ગયો હતો.આથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં યુવાને હળવદ પોલીસ સમક્ષ ખોટી રીતે હેરાનગતિ કરી બેફામ માર મર્યાનો આક્ષેપ કરીને આજે આ સમગ્ર મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. યુવાન પર ખોટી શંકાથી દમન ગુજાર્યું હોવાની હળવદના પીએસઆઇ પી.જી પનારા,જયપાલસિંહ તથા બે પોલીસ કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!