Monday, October 7, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીકથી ત્રણ બાઈક ચોરીની ફરિયાદ: બે આરોપી ઝડપાયા એક ફરાર

મોરબીના લાલપર નજીકથી ત્રણ બાઈક ચોરીની ફરિયાદ: બે આરોપી ઝડપાયા એક ફરાર

મોરબી તાલુકાના લાલપર ગામ તથા આજુબાજુના ગામમાંથી ત્રણ બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોને ઝડપી લીધા જે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપર ગામેં રહેતા દેવજીભાઇ મગનભાઈ બારેજીયાએ ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી (રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર જી.સુરેન્દ્રનગર), વિકાસ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં જી.સુરેન્દ્રનગર અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ હીરો સપ્લેન્ડર પ્લસ નં-GJ.36.N.5190 કિ,રૂ,૨૦,૦૦૦ તથા સાહેદોના બાઈક હીરો સપ્લેન્ડર પ્લસ GJ.36.M.8734 કિ,રૂ,૨૦,૦૦૦ તથા હીરો સ્પલેન્ડર પ્લસ નં-GJ.36.AA.7139 કિ,રૂ,૨૦.૦૦૦ સહિત કુલ કિ.રૂ,૬૦,૦૦૦ના બાઇકની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.જેને પગલે પોલીસે ગૌતમ ડાભી અને વિકાશ પનારાને ઝડપી લીધા છે. જ્યારે અન્ય એક શખ્સને ઝડપી લેતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!