Thursday, December 26, 2024
HomeGujaratટંકારાના નેકનામ ગામેથી એક સાથે ત્રણ બાઈક અને મોરબીમાંથી એક સહિત ચાર...

ટંકારાના નેકનામ ગામેથી એક સાથે ત્રણ બાઈક અને મોરબીમાંથી એક સહિત ચાર બાઇક ચોરીની ફરિયાદ

ટંકારા તાલુકાના નેકનામ ગામે બાઈક ચોરોએ તરખાટ મચાવ્યો હોઈ તમે એક સાથે ત્રણ બાઈક ચોરીની ફરિયાદ ટંકારા પોલીસમાં નોધાઇ છે. તેમજ વધુ મોરબી સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી થયાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારા પોલીસ મથકમાં ટંકારાના નેકનામ ગામે રહેતા છગનભાઈ દેવશીભાઈ ચાવડાએ ફરિયાદ દાખલ કરવી તેનું બજાજ પ્લેટીનાં મોટર સાઈકલ નં.GJ36-J-8545 (કીમત રૂ.૨૫,૦૦૦), તેમજ સાહેદ કાંતિભાઈ તરસીભાઈ ચાવડાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર નં.GJ11-AG-1033 (કીમત રૂ.૧૦,૦૦૦) અને સાહેદ વિનોદભાઈ ખેગારભાઈ ચાવડાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર નં.GJ03-DH-1476 (કીમત રૂ.૮૦૦૦) ત્રણેય બાઈક ગત તા. ૨૧ ના રોજ ચોરાયાની વિગત જાહેર કરી હતી. જે રાવને પગલે પોલીસે આરોપી અને ચોરીમાં ગયેલ બાઇકને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય બાઇક ચોરીના બનાવમાં મોરબીના સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ મગનભાઈ કામરીયાના સાહેદનું GJ36-N-5874 (કીમત રૂ..૨૫૦૦૦) નંબરનું બાઇક ચોરી થયું હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી બાઇક તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!